
MORBI:મોરબી:મારામારીના ગુન્હામાં નાસ્તો ફરતો ફરાર આરોપી ઝડપાયો
મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસથી ઝડપી લઇ હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI જીજ્ઞાસાબેન કણસાગરા,ચંદ્રકાંતભાઇ વામજાને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે. માં વર્ષ ૨૦૧૯ માં નોંધાયેલ મારામારીના ગુન્હામાં નાસતો ફરતો મૂળ ઉ.પ્ર.નો આરોપી સંતોષ રામાધીન શાસ્ત્રી વલસાડ, સેલવાસ તરફ હોવાની ચોકકસ હક્કિત મળેલ હતી. જે મળેલ હક્કિતને આધારે પોલીસ ટીમ સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી સંતોષ રામાધીન દુબે (શાસ્ત્રી) ઉવ. ૩૮ રહે. મુળ બંડુઆ તા.સરીદા, થાણુ મુસ્કરા જી. હમીરપુર ઉત્તર પ્રદેશ વાળો રહે. હાલ.સાયલીગામ, સાયલી-સેલવાસ રોડ ઉપર સાંઇબાબા મંદિર સામે, ચાલમાં તા.જી. સેલવાસ વાળો મળી આવતા તેની અટક કરી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ હતી.








