
મોરબીના રાજપર રોડ ઉપર કેમિકલ ભરેલ ટેન્કરમાં આગ ભભુકી ઉઠી
મોરબીના રાજપર રોડ પર સીલીકેટ નામનું કેમિકલ ભરેલ ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી જોકે ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જેથી કોઈ જાનહાની થવા પામી નથી જોકે ટેન્કર બળીને ખાખ થવા પામ્યું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સાપર જીઆઈડીસીથી સીલીકેટ કેમિકલ ભરીને ૨૦ હજાર લીટરનું ટેન્કર આમરણ ફર્સ્ટ કેમિકલ કંપનીમાં ખાલી કરવા જતું હતું ત્યારે રાજપર રોડ પર પહોંચતા કેમિકલ ભરેલ ટેન્કરમાં કોઈ કારણોસર આગ લાગી હતી ટેન્કરમાં કેમિકલ ભરેલ હોવાથી સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા જે બનાવની જાણ કરતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
[wptube id="1252022"]