
મોરબી શહેરના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ નજીક વંડામાં કોઈ કારણોસર ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાથી આગ લાગવાની ઘટના બની હતી જેથી ઓવરબ્રિજના સર્વિસ રોડને બંધ કરવામાં આવ્યો હતો અને ત્યાં ટ્રાફિક વ્યવસ્થા બંધ કર્યા બાદ તાત્કાલિક આ બનાવ અંગેની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

અને વંડામાં જે જગ્યાએ ગેસની પાઇપલાઇન લીકેજ થવાના કારણે આગ લાગી હતી ત્યાં પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો સદનસીબે આગ લાગવાની આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થયેલ હતી અને ગેસ કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ગેસ લીકેજના કારણે જે જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી ત્યાં રીપેરીંગ કામ ચાલુ કર્યું હતું

[wptube id="1252022"]








