DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

જામનગરના દિવ્યાંગો રાજ્યકક્ષાએ ઝળક્યા

જામનગરના દિવ્યાંગો રાજ્યકક્ષાએ ઝળક્યા

*અમદાવાદમાં સેકન્ડ પેરા સ્ટેટ આર્મ્સ રેસલિંગ ચેમ્પિયનશિપ- 2023 યોજાઈ*

*જામનગરના 6 દિવ્યાંગ ખેલાડીઓએ આર્મ્સ રેસલિંગ સ્પર્ધામાં મેળવી સિદ્ધિ*

 

*જામનગર ( નયના દવે)

 

તાજેતરમાં અમદાવાદ ખાતે સેકન્ડ પેરા આર્મ્સ રેસલિંગ ચેમ્પિયનશિપ- 2023 યોજાઈ હતી. જેમાં જામનગરના 6 ખેલાડીઓએ તેમની અથાક મહેનતના પરિણામે સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ સ્પર્ધામાં રસિકસિંહ જાડેજાએ પ્રથમ ક્રમાંક મેળવીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. દ્વિતીય ક્રમાંક શ્રેણીમાં શિવદાસ ગુજરીયા, વિઠ્ઠલ કમાણી, ગૌરી પંગર અને અંજુમા બેલીમે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.

તેમજ, તૃતીય ક્રમાંક શ્રેણીમાં જામનગર તાલુકાના અલિયાબાડા ગામના બિપિન અમૃતિયાએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ તમામ દિવ્યાંગ ખેલાડીઓની સિદ્ધિએ જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

@____________________

BGB

8758659878

[wptube id="1252022"]
Back to top button