GUJARATMORBI

મોરબી જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન 1.60 લાખનો દંડ વસુલાયો

મોરબી જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન 1.60 લાખનો દંડ વસુલાયો


મોરબી: મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જની સુચના મુજબ વાહન અકસ્માતમાં મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇકાલે તા.20ના મોરબી જીલ્લામાં “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન રોંગ સાઇડ ચાલતા વાહન તથા નંબર પ્લેટ વગરના, ખોટી નંબર પ્લેટ વાળા, અધુરી નંબર પ્લેટ વગર/ગેરકાયદેસર લખાણ, ડાર્ક ફીલ્મ, હેલ્મેટ, શીટ બેલ્ટ તથા ડ્રેક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) તથા સાયલેન્સરમાંથી વિસ્ફોટક મોડીફાઇટ સાઇલેસન ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

જેમા ટ્રાકિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકો ને કુલ-325 સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી. તેમજ ટ્રાકિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો પાસે દંડ 3.16,0300 ફટકારાયો હતો. નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે એમ.વી.એક્ટ 207 મુજબ કુલ-પર વાહન ડીટેઇન કરવામાં આવેલ હતી. રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ IPC કલમ-૨૭૯ મુજબ કુલ-16 ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતું. અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ IPC કલમ-283 મુજબ કુલ-14 ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતું. ડ્રેક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એક્ટ-185 મુજબ ના કુલ 2 ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતું. આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button