GUJARATMORBIWANKANER

વાંકાનેર હાઇવે ચોકડી પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો

વાંકાનેર હાઇવે ચોકડી પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો

અજુનસિહ વાળા વાકાનેર વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે બે યુવાનો ડબલ સવારી બાઇક નં. GJ 36 A 9467 માં જઈ રહ્યા હોય ત્યારે તેમના બાઈકને પાછળથી આવતા એક ટ્રક નંબર GJ 10 W 5970ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડબલ સવારી બાઇક સવાર યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…

આ અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનોના નામ વિક્રમભાઈ સવજીભાઈ રાણેવાડીયા (રહે. મકતાનપર) અને સુરેશભાઇ કરમજી કેરવાડીયા (રહે. આણંદપર) હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં સુરેશભાઈના હાથ પર ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળ્યા હોય અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં હાલ આ બંને યુવાનોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે…

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button