MORBIMORBI CITY / TALUKO

મોરબી ખાતે ‘વિશ્વ સાયકલ દિવસ’ ઉપક્રમે સાયકલ રેલી ઉત્સાહભેર ઉજવાઈ

મોરબી ખાતે ‘વિશ્વ સાયકલ દિવસ’ ઉપક્રમે સાયકલ રેલી ઉત્સાહભેર ઉજવાઈ

શારીરિક નિષ્ક્રીયતા એ બિનચેપી રોગો તેમજ જીવનશૈલી આધારીત રોગો (NCD) થવા માટેનું મુખ્ય પરીબળ

૩ જૂન એટલે ‘વિશ્વ સાયકલ દિવસ’. લોકોને પર્યાવરણ જાગૃતી સાથે સ્વાસ્થ્ય સંભાળ વિશે સમજાવતો એક અગત્યનો દિવસ. આપણે સૌ જાણીએ છીએ કે સાયકલમાં કોઈપણ પ્રકારનું ઈંધણ વપરાતું ન હોવાથી કુદરતી સંસાધનના વપરાશમાં બચાવના સાથો-સાથ વાયુ પ્રદુષણ પણ અટકાવી શકાય છે. આ સાથે વધુ એક લાભ એ છે સ્વાસ્થ્ય લાભ. સાયકલીંગ કરવાથી શરીરને અનેક રીતે કસરત મળે છે. જેના થકી શરીર કસાય છે અને મજબુત બને છે અને એક મજબુત શરીર અનેક રોગોને ટાળી શકે છે.

આ ઉદ્દેશ્યથી મોરબી ખાતે આરોગ્ય શાખા, મોરબી જિલ્લા પંચાયત તેમજ અન્ય સામાજીક સંસ્થાઓના સહયોગથી તા.૦૩-૦૬-૨૦૨૩ના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાયકલ રેલી ઉમિયા સર્કલ મોરબી થી નવા બસસ્ટેશન, ગાંધીચોક, સૌરાષ્ટ્ર હેર ડ્રેસર, નવયુગ ગારમેન્ટ, સીપીઆઈ ચોક, કલેકટર બંગ્લોઝ, વીસી ફાટક, મયુર પુલ પરથી મહારાણા પ્રતાપ સર્કલ મોરબી-૨ સુધી યોજવામાં આવી હતી.

 

આ રેલી દ્વારા લોકોને એ સમજાવવામાં આવ્યુ હતું કે શારીરિક નિષ્ક્રીયતા એ બિનચેપી રોગો તેમજ જીવનશૈલી આધારીત રોગો (NCD) થવા માટે મુખ્ય જોખમી પરીબળોમાનું એક છે. નેશનલ એન.સી.ડી. મોનીટરીંગ સર્વે (NNMS) ૨૦૧૭-૧૮ દરમ્યાન ૪૧.૩% ભારતીયોમાં શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ જોવા મળ્યો હતો. શારીરિક પ્રવૃતિથી અનેક સ્વાસ્થય લાભો સાથે બિનચેપી રોગો, જીવનશૈલી આધારીત રોગો (NCD) ના જોખમમાં ઘટાડો કરવા ઉપરાંત લોકોના મન પર સકારાત્મક અસર કરે છે અને માનસિક ઉન્માદની પરિસ્થિતિમાં ઘટાડો કરે છે. તેમજ આરોગ્ય સુખાકારીને પ્રોત્સાહન આપે છે. તેથી ૩ જૂન વિશ્વ સાયકલ દિવસ નિમિતે ‘આરોગ્ય માટે સાયકલ’ની થીમ આધારીત ઉજવણી કરી લોકોમાં સાયકલ ચલાવવાથી થતા ફાયદા અંગે જનજાગૃતિ કેળવવા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્યશ્રી શ્રીકાંતીલાલ અમૃતીયા, ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, ડો. જેન્તીભાઇ ભાડેસીઆ તેમજ અન્ય સામાજીક ક્ષેત્રના આગેવાનો અને મોરબીની જનતાઓએ આ સાયકલ રેલીમાં અનેરા ઉત્સાહથી ભાગ લઈને લોકોને પોતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે જાગૃત કરવાનું મહત્વનું કામ કર્યુ હતું.

[wptube id="1252022"]
Back to top button