MORBI:મોરબીના મણિમંદિર પાસે દરગા નીજગ્યામાં ઉષૅની ઉજવણી કરતા: ગુનો નોંધાયો

મોરબીના મણિમંદિર પાસે દરગા નીજગ્યામાં ઉષૅની ઉજવણી કરતા: ગુનો નોંધાયો
મોરબીના મણીમંદિર પાસે આવેલ મોટાપીરની દરગાહ ખાતે તા. 26 ના રોજ ઉર્ષ નિમિતે જમણવાર કરવા માટે અરજદાર ફકીર આશીફશા હાસમશા રહે-ભરવાડ શેરી વાલા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં મંજુરી માગેલ હોય જેથી પોલીસ અધિકારી દ્વારા અરજદાર વિવાદિત જગ્યા હોય તેમજ તે જગ્યા માટે સરકાર તરફથી મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયેલ હોય તેમજ આ બબાતે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન પણ ચાલુ હોય અને આ દરગાહ વાળી જગ્યાની મંજુરી આપવામાં આવે તો કાયદો વ્યવસ્થા કથળે તેમ હોય જેથી પોલીસ અધિકારી દ્વારા મંજુરી આપેલ ના હતી

તા. 26 ના રોજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મણીમંદિર પાસે મોટાપીરની દરગાહ પાસે ગ્રાઉન્ડમાં આશરે 200 જેટલા માણસો ભેગા થયા હોય અને સાઉન્ડ સીસ્ટમ ચાલુ હોય તેમજ જમણવાર પણ ચાલુ હોય જેથી પોલીસે આયોજક આશીફશા પાસે મંજૂરીના જરૂરી કાગળો માગતા તેની પાસે મંજુરી ના હોવાથી કાર્યકર્મની મંજુરી ના હોય અને અધિક કલેકટર દ્વારા ઇપીકો કલમ ૧૮૮ મુજબ જાહેરનામું બહાર પાડેલ હોય જેનો પણ ભંગ થતો હોવાથી પોલીસે આશીફશા સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે








