MORBI:મોરબીના બરવાળા ગામે શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલાને દંપતીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી

મોરબીના બરવાળા ગામે શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલાને દંપતીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી
મોરબી: મોરબી તાલુકાના બરવાળા ગામે શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલાને દંપતીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા તેજસ્વીબેન દીલીપભાઇ ડાભી (ઉ.વ.૨૩) એ આરોપી કાંતીભાઇ કરશનભાઇ પરમારા તથા કંચનબેન કાંતીભાઇ પરમાર રહે. બરવાળા ગામ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૧૧-૨૦૨૩ ના રોજ ફરીયાદી તેમની શેરીમા આવેલ મીઠો લીમડો લેવા જતા શેરીમા રહેતા આરોપી કાંતીભાઇએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગતા ફરીયાદી ગાળો બોલવાની ના પાડતા આરોપી કાંતીભાઇ તથા કંચનબેને ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર તેજસ્વીબેને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








