
જૂનાગઢ ડો.સુભાષ યુનિવર્સિટી ખાતે “નમો નવ મતદાતા સંમેલન” યોજાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સુભાષ એકેડેમી (સુભાષ કોલેજ ) ખામધ્રોળ રોડ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન કાર્યક્રમ અને નમો નવ મતદાતા સંમેલન યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વેર્ચ્યુલ રીતે જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા દેશના જે નવા મતદારો છે કે જે પહેલીવાર પોતાનો કિમતી મત આપવાના છે, તે સૌ લોકોને વિકસિત ભારત સંકલ્પ, ભારતની યુવા પેઢીને કેમ આગળ વધવું વગેરે જેવી બાબતો પર સંબોધન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યો હતો. તેમાં ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શમૉ, પુવૅ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડીયા, મહાનગર યુવા મોરચાના પ્રમુખ વિનસભાઈ હદવાણી, મહામંત્રી અભયભાઈ રીબડીયા, પરાગભાઇ રાઠોડ, કાર્યક્રમના ઈન્ચાર્જ સંજયભાઈ રૂઘાણી, અનિલભાઈ પરમાર, હેમાંગભાઈ શાહ નિરવીકભાઈ આહીર,કશયપભાઈ પાઘડાર, નિલેશભાઈ રાનેરા, જયદીપ જોગલ,યશ ચુડાસમા, અંક્ષિત મહેતા તથા સૌ વિદ્યાર્થી ભાઈ – બહેનો, તથા જૂનાગઢ મહાનગર યુવા મોરચાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી, તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.





