ટંકારા પોલીસે ચોક્કસ બાતમીને આધારે હરીપર(ભુ)માં આરોપી જસુબેન મણીભાઇ ચાવડાના રહેણાક મકાનમા દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ લીટર ૧૦ કિંમત રૂપીયા ૨૦૦, ગરમ આથો લીટર ૫૦ કિંમત રૂપીયા ૧૦૦, ઠંડો આથો લીટર ૧૦૦ કિંમત રૂપીયા ૨૦૦, ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ તગારૂ નંગ -૧ કિંમત રૂપીયા ૩૦ મળી કુલ કિંમત રૂપિયા ૫૩૦ના મુદામાલ સાથે આરોપી જસુબેન મળી આવી હતી.જેથી પોલીસે પ્રોહી. કલમ ૬૫-(બી),(સી),(ડી),(ઇ),(એફ) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]





