MORBI:મોરબી શેરીમાં કચરો ભેગો ન કરવા નજવી બાબતે બબાલ:સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબી શેરીમાં કચરો ભેગો ન કરવા નજવી બાબતે બબાલ:સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર મારૂતી પાર્કમાં રહેતા પાયલબેન વિશાલભાઈ લાવડીયા (ઉ.વ.૨૯) એ આરોપી સુંભાગીબેન તથા હરપાલસિંહ ડોડીયા રહે બંને – મારૂતિ પાર્ક ગાયત્રીનગર વાવડી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩-૧૨-૨૦૨૩ ના રોજ સવારના સાત આઠેક વાગ્યાના અરસામાં આરોપીઓએ શેરીમા ફરીયાદીના ઘરની બહાર કચરો ભેગો ન કરવા બાબતે ફરીયાદી તથા સાહેદ સાથે બોલાચાલી ઝગડો કરી આરોપી સુંભાગીબેને ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વતી ફરીયાદીને કપાળના ભાગે ઇજા કરી તથા આરોપી હરપાલસિંહએ ફરીયાદી તથા તેના સાથી સાથે બોલાચાલી ઝગડો કરી ફરીયાદીને કપાળના ભાગે તથા શરીરે મુઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પાયલબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર મારૂતી પાર્કમાં રહેતા સુંભાગીબેન પ્રદીપસિંહ ડોડિયા (ઉ.વ.૨૬) એ આરોપી પાયલબેન વિશાલભાઈ લાવડીયા તથા વિશાલભાઈ લાવડીયા રહે. બંને મારૂતિ પાર્ક ગાયત્રીનગર વાવડી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૧૧-૨૦૨૩ ના સવારના આઠેક વાગ્યાના અરસામાં આરોપીઓએ શેરી વાળવા બાબતે ફરીયાદી સાથે બોલાચાલી ઝગડો કરી આરોપી પાયલબેને ફરી યાદીને ગાળો આપી લાકડાના ધોકા વતી ફરીયાદીને માથાના ભાગે ઇજા કરી તથા ઢીકા પાટુનો માર મારી ફરીયાદીને ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર સુંભાગીબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે બંને પક્ષો દ્વારા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








