MORBI:મોરબીમાં કાપડના વેપારીને વ્યાજખોરોનો ત્રાસ: 22 વિરૂધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં કાપડના વેપારીને વ્યાજખોરોનો ત્રાસ: 22 વિરૂધ ફરિયાદ નોંધાઈ
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ શિવમ પેલેસના ફ્લેટ નંબર-૫૦૫ માં રહેતા અને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આરાધના શોપિંગમાં લાભ ટ્રેડર્સ નામે ધંધો કરતા નીલ ભુપતરાય પોપટ જાતે લોહાણા (૪૨)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેઓએ હિરેન જીતેન્દ્ર પોપટ રહે. મોરબી, કૌશલ સોમૈયા રહે. રાજકોટ, યુનુસ સુમરા રહે. મકરાણીવાસ મોરબી, રવિ આહીર રહે. મોરબી, કુશલભાઈ રહે. વસંત પ્લોટ મોરબી, હાર્દિક મકવાણા રહે. મોચી શેરી મોરબી, રાજુભાઈ ડાંગર રહે. શક્તિ પ્લોટ મોરબી, રામદેવસિંહ જાડેજા રહે. કુબેરનગર નવલખી રોડ, સનીભાઈ રહે. કુબેરનગર, અલ્કેશભાઇ કોટક રહે. જામખંભાળિયા, ભાવેશભાઈ શેઠ રહે. વર્ધમાન સોસાયટી, નવીનભાઈ માખીજા રહે. બુઢા બાવા શેરી મોરબી‚ મોહસીન માકડીયા રહે. સિપાઈવાસ મોરબી, કાનાભાઈ ડાંગર રવાપર રોડ ઓફિસ, મહેશભાઈ બારેજિયા રહે. દર્પણ સોસાયટી મોરબી, ભરતભાઈ કોટક રહે. વસંત પ્લોટ, પરેશભાઈ રહે. દાઉદી પ્લોટ મોરબી, કેતન પટેલ રહે. શિવમ પેલેસ રવાપર રોડ, અશ્વિન સિંહ ઝાલા રહે. રવાપર રોડ, દેવાંગભાઈ (હિરેનનો મિત્ર), નિલેશ કેસરિયા અને સમીર પંડ્યા રહે. મોરબી વાળાઓની સામે ફરિયાદ નોંધાવી છે

જેમાં ફરિયાદી જણાવ્યું હતું કે આજથી આઠ વર્ષ પૂર્વેથી આજ દિન સુધી સામે વાળાઓ દ્વારા તેના ઉપર યેનકેન પ્રકારે ત્રાસ ગુજરવામાં આવતો હતો અને તેઓના ઘરે તથા તેઓની રવાપર રોડ ઉપર આરાધના શોપિંગમાં આવેલ લાભ ટ્રેડર્સ નામની દુકાને આવીને વારંવાર ધાક ધમકી આપવામાં આવતી હતી વધુમાં ભોગ બનેલ નીલ ભુપતરાય પોપટે પોલીસને જણાવ્યું હતું કે તેઓને પૈસાની જરૂર પડતા આરોપીઓ પૈકીના કૌશલ સોમૈયા રહે. રાજકોટ વાળાએ તેમને જુદા જુદા સમયે ઊંચા વ્યાજે નાણા આપ્યા હતા અને તેના બદલામાં તેઓની પાસેથી બળજબરીપૂર્વક કોરા સહીવાળા ચેકો પડાવી લીધા હતા તથા પ્રોમીસરી નોટ લખાવીને અન્ય લખાણ કરાવી લીધું હતું અને બાદમાં ફરિયાદીના મકાનના દસ્તાવેજો કરાવી લીધા હતા તેમજ વાહનની આરસી બુક જબરીપૂર્વક કઢાવી લીધી હતી આ તમામ આરોપીઓ દ્વારા ફરિયાદી પાસે અવાર નવાર પઠાણી ઉઘરાણી કરીને ટાટીયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને એકમેકને મદદગારી કરવામાં આવતી હતી અને તેઓને હેરાન કરવામાં આવતા હતા હાલ નીલ પોપટની ઉપરોક્ત ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા આઇપીસી કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તેમજ મનીલેન્ડર્સ એક્ટ ૨૦૧૧ ની કલમ ૪૦. ૪૨ મુજબ ઉપરોક્ત ૨૨ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે અને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે








