ટંકારા : વુદ્ધ ની જમીન ઉપર દુકાન બનાવી દેતા લેન્ડ ગ્રેબીન હેઠળ ૩ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ટંકારા મા વુદ્વ ની જમીન ઉપર દુકાન બનાવી દેતા લેન્ડ ગ્રેબીન હેઠળ ૩ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાય

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા અને ખેતી કામ કરતા દીપકભાઈ કરમશીભાઈ મારવાણીયા જાતે પટેલ (૫૨) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આમદભાઈ નુરાભાઈ માડકીયા અને હનીફભાઈ નુરાભાઈ માડકીયા રહે. બને સરકારી દવાખાના પાસે ટંકારા તેમજ અલીભાઈ આમદભાઈ બાદી રહે. ખીજડીયા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાના સર્વે નંબર ૭૩૫ વાળી જમીન હે ૦-૭૩-૮૯ વાળી જમીન ઉપર ગેરકાયદેસર બે દુકાનો બનાવીને જમીન પચાવી પાડેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેવિંગની અરજી ગત ફેબ્રુઆરી મહિનામાં કરી હતી અને ત્યારબાદ લેન્ડગ્રેવિંગ સમિતિ દ્વારા જમીન પચાવી પાડનાર સામે ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જેથી હાલમાં ફરિયાદ લઈને પોલીસે ત્રણ શખ્સો સામે લેન્ડ ગેબીંગનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે








