GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રિક્ષામાં બેઠેલ શ્રમિક વૃદ્ધના ખિસ્સામાંથી રોકડ રકમની સેરવી લેતા :ફરિયાદ નોંધાઇ

MORBI:મોરબી રિક્ષામાં બેઠેલ શ્રમિક વૃદ્ધના ખિસ્સામાંથી રોકડ રકમની સેરવી લેતા :ફરિયાદ નોંધાઇ

મોરબીના વાઘપર ગામે વાડીમાં ખેત મજૂરી કરતા વૃદ્ધને માળીયા ફાટક ચાર રસ્તાથી બેસાડી વીસી ફાટક સુધીમાં ખેત શ્રમિક વૃદ્ધના પેન્ટના ખિસ્સામાંથી ૪૫ હજાર રૂપિયા સેરવી લેવાયા હતા. વાઘપર ગામે મનસુખભાઇ રાંકજાની વાડીમાં પરિવાર સાથે ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની જામસિહ મેથુસિહ બબરીયા ઉવ.૬૦ ગત તા.૨૬/૦૪ ના રોજ બપોરના અરસામાં લીલા કલરની પિળા વુડવાળી તેમજ એપલના નિશાન વાળી સી.એન.જી. રિક્ષામાં જતા હોય ત્યારે મોરબીના માળીયા ફાટકથી વીસી ફાટક સુધીમાં મુસાફરના સ્વાંગમાં સાથે બેસેલા શખ્સે ખેત શ્રમિક વૃદ્ધનુ ધ્યાન ચૂકવી તેમના પેન્ટના ખિસ્સામાં રહેલા ૪૫,૦૦૦ રોકડા સેરવી લીધા હતા. ખેત શ્રમિક વૃદ્ધ જયારે રિક્ષામાંથી ઉતાર્યા બાદ તેમને ખબર પડી કે તેના ખિસ્સામાંથી રોકડની ચોરી થઇ છે. બનાવ બાદ ખેત શ્રમિક દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં લીલા કલરની પિળા વુડવાળી તેમજ એપલના નિશાન વાળી સી.એન.જી. રિક્ષા ચાલક તથા મુસાફરના સ્વાંગમાં સાથે બેસેલ અન્ય એક ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે ખેત શ્રમિક વૃદ્ધની ફરિયાદના આધારે લૂંટારા રીક્ષા ગેંગને પકડવા આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button