MORBI:મોરબી નજીકદાદાશ્રી નગરમાં ચોરે મચાવ્યો સોર દાગીના અને રોકડ રકમ ની ચોરી કર્યાની તાલુકા પોલીસમાં નોંધાઈ ફરિયાદ

મોરબી નજીકદાદાશ્રી નગરમાં ચોરે મચાવ્યો સોર દાગીના અને રોકડ રકમ ની ચોરી કર્યાની તાલુકા પોલીસમાં નોંધાઈ ફરિયાદ
મોરબી: મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિં રૂ.૨,૨૨,૫૦૦ ના મુદ્દામાલ માલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોંરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભગવાનગીરી નટવરગીર ગોસ્વામી (ઉ.વ.૫૦) મૂળ રહે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાસાવડી ગામે અને હાલ દાદાશ્રીનગર ગામ તા.જી. મોરબીવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૧૦-૨૦૨૩ થી ૧૬-૧૦-૨૦૨૩ સુધીમાં ફરીયાદીના રહેણાંક મકાનમા કોઇ ચોર ઇસમે ગેરકાયદેસર પ્રેવેશ કરી બેડરૂમના દરવાજાનુ લોક ખોલી રૂમમા રાખેલ લોખંડના કબાટનુ બારણાનુ લોક ચાવી વડે ખોલી અંદરની બે તિજોરીના લોક તોડી અંદરથી સોનાના દાગીનાઓ જેમાં સોનાની લેડીઝ-જેન્સ વિટી નંગ-૦૪ વજન આશરે સાતેક ગ્ર્રામ, સોનાનુ ચેન-ચગદુ વજન આશરે બારેક ગ્રામ, સોનાની ઝુમર બુટ્ટી નંગ-૦૨ વજન આશરે છયેક ગ્રામ, સોનાની બુટ્ટી નંગ-૦૪ વજન આશારે ચારેક ગ્રામ તથા, સોનાનુ લોકેટ નંગ-૦૧ જેનુ વજન આશરે છયેક ગ્રામ તેમ કૂલ મળી આશરે પાંત્રીસ ગ્રામ ( સાડા ત્રણ તોલા) વજનના સોનાના દાગીના જે સોનાની એક તોલા કિં.રૂ.૩૫,૦૦૦-/ લેખે ગણી કુલ કિંમત રૂપિયા ૧,૨૨,૫૦૦/- તથા રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂા.-૨,૨૨,૫૦૦/- ના માલમતાની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર ભગવાનગીરીએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.