GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં છોકરાવ રમવા નજીવી બાબતે બે પરિવારો વચ્ચે માથાકુટ: સામસામે ફરીયાદ નોંધાવી છે.

ટંકારામાં છોકરાવ રમવા નજીવી બાબતે બે પરિવારો વચ્ચે માથાકુટ: સામસામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારાના તિલકનગરમા રહેતા નવીનભાઇ હમીરભાઇ ગોહિલ (ઉ.વ‌ .૬૦) એ આરોપી દિનેશ સોમાભાઈ ગોહિલ, નરેશ ગોવિંદભાઈ ગોહિલ, કાન્તિભાઈ ઉર્ફે કાનો ગોવિંદભાઈ ગોહિલ તથા પ્રેમજીભાઈ ગોવિંદભાઈ ગોહિલ રહે. બધા ટંકારા તીલકનગરવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૧-૨૦૨૩ ના રોજ સવારના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીના પત્ની તથા ફરીયાદીના કૌટુંબીક કાકી જડીબેન છોકરાઓ રમવા બાબતે બોલાચાલી કરતા હોય તે બાબતે ફરીયાદી સમજાવવા જતા તે વખતે આરોપી દિનેશ તથા નરેશ આવી જતા ફરીયાદિ સાથે બોલાચાલી કરવા લાગતા ફરીયાદી તથા સાથીએ ગાળો આપવાની ના પાડતા આરોપી નરેશે પોતાના ઘરમાંથી ધારીયુ લઇ આવી ધારીયાના ધોકકો કાનાને મારવા જતા ફરીયાદી વચ્ચે પડતા ફરીયાદીના માથાના ભાગે એક ધા મારી લોહીલુહાણ કરી તથા કાનાને માથાના ભાગે ધારીયાનો ધોક્કાનો એક ધા મારી માથામા ફુટ કરી તથા આરોપી કાન્તિભાઈએ સાહેદ રાણીબેનને ડાબા હાથમા લાકડીનો એક ધા મારી ડાબા હાથના અંગુંઠામા મુંઢ ઇજા કરી તથા આરોપી દિનેશ , નરેશ, કાન્તીભાઈ, પ્રેમજીભાઈએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર નવીનભાઇએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

 


જ્યારે સામા પક્ષે ટંકારાના તિલકનગરમા રહેતા દિનેશભાઇ સોમાભાઈ ગોહિલ (ઉ.વ.૩૫) એ આરોપી નવીનભાઇ હમીરભાઇ ગોહિલ, નવઘણ હમીરભાઇ ગોહિલ, કાનો હમીરભાઇ ગોહિલ રહે. બધાં તીલકનગર ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૧-૨૦૨૩ ના રોજ સવારના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદી તેમના ભાભી રાણીબેનને છોકરાઓ બાબતે બોલાચાલી ન કરવાની હોય તેમ સમજાવવા જતા આરોપી કાનાએ ફરીયાદીને લાકડાના ધોકકા વડે એક ધા વાસાના ભાગે મારી તથા સોમાભાઇને ડાબા હાથના કોણીના ભાગે એક ધા મારી મુંઢ લજા કરી તથા આરોપી કાનાએ જડીબેનને ડાબા હાથના ખંભાના ભાગે તથા વાસામા તથા ડાબા પગમા લાકડીઓના ધા મારી મુંઢ ઇજાઓ કરી તથા આરોપી નવીનભાઇ , નવઘણ, કાનાએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે ભોગ બનનાર દિનેશભાઇએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.બંને પક્ષો દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button