MORBI:રીઝનલ મ્યુનિસપાલિટી કમિશનર રાજકોટ ઝોન ની મુલાકાત પહેલા મોરબી પાલિકામાં સફાઈ અભિયાન હાથ ધરાયું

MORBI:રીઝનલ મ્યુનિસપાલિટી કમિશનર રાજકોટ ઝોન ની મુલાકાત પહેલા મોરબી પાલિકામાં સફાઈ અભિયાન હાથ ધરાયું

મોરબી પાલિકામાં સફાઈનો પ્રશ્ન એટલી હદે વકરી છે કે શહેરના વોર્ડ વિસ્તાર મુખ્ય માર્ગોની સાથે સાથે પાલિકા કચેરીની આસપાસ જ મોટા પાયે કચરાના ઢગલા ખડકી દેવાયા છે સ્થિતિ એટલી હદે ખરાબ છે કે પાલિકાની કચેરીનો પાછળનો ભાગ ભંગારના ડેલા જેવો બની ગયો છે સેનિટેશન વિભાગ વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ ખર્ચતું હોવા છતાં ખાટલે મોટી ખોટ હોય તેમ પાલિકા કચેરીમાં સફાઈનો અભાવ જોવા મળે છે.

વર્ષોથી ગંદકીથી ખદબદતા પાલિકા વિસ્તારને સાફ કરવામાં જાણે તંત્રને કોઈ રસ ન હોય તેવી સ્થિતિ બની હતી જોકે જયારે શહેરમાં કોઈ મોટા ગજાના નેતા કે ઉચ્ચ અધિકારીઓ મોરબી આવે ત્યારે વહાલા થવા સફાઈ અભિયાનના ડીંડક કરવામાં આવતા હોય છે આવું જ ડીંડક પાલિકાએ આજે આદર્યું છે કારણ કે રીઝનલ મ્યુનિસપાલિટી કમિશનર રાજકોટ ઝોન ની મોરબી પાલીકાની મુલાકાત લેવા ના હોય તે પહેલા પાલિકાની પાછળ ભાગે વર્ષોથી ખડકાયેલા સફાઈ દૂર કરવાં દોડી કમિશ્નર પાસે વહાલા થવા તંત્ર સફાઈ કાર્યવાહી હાથ ઘરી વહેલી સવારે કમિશ્નર પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરશે
