GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા અનોખી પહેલ શરૂ કરી :ગલુડિયા ઘર બનાવશે 

MORBI:મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા અનોખી પહેલ શરૂ કરી :ગલુડિયા ઘર બનાવશે

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી શહેરમાં જુદા જુદા સ્થળોએ શ્વાનના બચ્ચા માટે ‘ગલુડિયા ઘર’ બનાવવામાં આવશે. હાલ સામાજિક કાર્યકરો દ્વારા મોરબીની અંદર ગલુડીયા ઘર મુકવાની પ્રથમ શરૂઆત કરવામાં આવી છે જેમાં વીસીપરા સ્મશાનની મેલડીમાતાજી મંદિરે ગલુડિયા ઘર મુકવામાં આવ્યું છે. ત્યારે મોરબી શહેરમાં અલગ અલગ સ્થળોએ જઈ સામાજિક કાર્યકરો દ્વારા ગલુડીયા ઘર બનાવવામાં આવશે. આ સાથે સામાજિક કાર્યકરો દ્વારા યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી શહેરમાં કોઈ પણ સ્થળે ગલુડિયા ઘર મુકવાના હોય તો સમાજ સેવકો જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા, રાજુભાઈ દવે, ચીરાગભાઈ સેતાના મોબાઇલ નંબર 9726598616
9106518189 9737244231 ઉપર કોલ કરશો એટલે તે સ્થળે આવીને ગલુડિયા ઘર મુકવામાં આવશે તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button