MORBIMORBI CITY / TALUKO

MORBI:એલ.ઈ. કોલેજ દ્વારા મોરબીમાં ઘુંટુ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

MORBI:એલ.ઈ. કોલેજ દ્વારા મોરબીમાં ઘુંટુ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

સેમિનારમાં ડિપ્લોમાની શાખાઓ, ધોરણ ૧૦/ ITI પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં એડમિશન તથા વિદ્યાર્થીઓ/વાલીશ્રીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી અપાશે

એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ ઈ કોલેજ(ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૪/૦૫/૨૦૨૪ ના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે ‘કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’નું આયોજન ITI કેમ્પસની બાજુમા, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મોરબી-૨(૩૬૩૬૪૨) ખાતે કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં કોલેજનાં એડમિશન વિભાગના નિષ્ણાંતો દ્વારા જુદી જુદી ડિપ્લોમાની શાખાઓની માહિતી, ધોરણ ૧૦ પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં કઈ રીતે એડમિશન મળી શકે અને તે માટે કરવી પડતી ઓનલાઈન પ્રક્રીયા તથા વાલીશ્રીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી આપવામાં આવશે.

જેથી ધોરણ ૧૦નો અભ્યાસક્રમ પુર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમનો વધુ ને વધુ લાભ લેવા એલ.ઈ. કોલેજ(ડિપ્લોમા)ના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button