જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા પુનમ ભરવા દ્વારકા પગપાળા જઈ રહેલા શ્રધ્ધાળુઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા પુનમ ભરવા દ્વારકા પગપાળા જઈ રહેલા શ્રધ્ધાળુઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્ય સમાચાર મોરબી
મોરબી જિલ્લાના લાલપર, ખાનપર, તથા મોરબી ના યુવાનો દ્વારા એક યુવા ગૃપ ચલાવામાં આવે છે. આ ગૃપ હંમેશા સેવા કરવા મા અગ્રેસર રહેતું ગૃપ છે. આ ગૃપમાં રબારી અને પટેલ સમાજ ના યુવાનો ના સહયોગ થી ચાલે છે તમામ યુવાનો તન,મન, ધન થી મહેનત કરી સેવા કાર્ય કરે છે.આ ગૃપ છે *જય દ્વારકાધીશ યુવા ગૃપ*. આજે તારીખ 01/03/2023 ના રોજ દ્વારકાધીશ ના દર્શન કરવા જતાં ભાવિકોને સવારે નાસ્તો તથા બપોરે જમવાના માટે આ ગૃપ દ્વારા કેમ્પનું આયોજન જામનગર બાયપાસ પાસે કરવામાં આવ્યું હતું… જેમાં લોકોને થેપલાં, દહિ, ચા, ભાજી તથા મરચાં નો નાસ્તો અને જમવાનું આપવામાં આવ્યું હતું.તમામ શ્રધ્ધાળુ ને પ્રેમ અને ભાવ પુર્વક જમાડ્યા હતાં..










