મોરબી બી ડિવિઝન ખાતે વ્યાજની ચક્કર માંથી લોકોને બહાર કાઢવા ના પ્રયાસો અંતર્ગત શિબિર યોજાઈ

મોરબી બી ડિવિઝન ખાતે વ્યાજની ચક્કર માંથી લોકોને બહાર કાઢવા ના પ્રયાસો અંતર્ગત શિબિર યોજાઈ

મોરબી ખાતે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મા વ્યાજખોરોનો ભોગ બનતી પ્રજાને પ્રજાના રક્ષક દ્વારા માર્ગદર્શન સાથે લોન અંતર્ગત શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સરકારના આદેશ અનુસાર બેંક કર્મચારીઓની હાજરીમાં પોલીસ ટીમ સાથે બહોળી સંખ્યામાં પ્રજાજનો હાજર રહેલ હતા આ કાર્યક્રમ તારીખ 6 2 2023 ના રોજ બપોરે 12:00 કલાકે પૂર્ણ થયેલ હતો જેમાં વિવિધ બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાંથી આવેલા લોકોને લોન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સરકારની યોજના અંતર્ગત લોન યોજના નો લાભ લઇ લોકો વ્યાજમુક્ત બને તેવા પ્રયાસો પોલીસ ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર પી.એ. દેકાવડિયા. તેમજ પીએસઆઇ એલ. જે. ઝાલા તેમજ પીએસઆઇ જે.ડી. રાણા સહિત સમગ્ર પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે









