
વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ
બાયડ નગરમાંથી પસાર થઈ રહેલું મોડાસા નડિયાદ હાઇવે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે બે ફાર્મ દોડતા વાહનો નો નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે તેમાં એ ખાસ કરીને બાયડ નગરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ટ્રાફિક ના લીધે બાયડમાં જ ઘણા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે બાયડમાં બાયપાસ કે ઓવરબ્રિજ બનાવવાની માગણી વર્ષોથી કરવામાં આવી રહી છે પરંતુ પરિણામ શૂન્ય
આવું જ બનાવ બાયડ ગાબટ રોડ ચોકડી પાસે બનવા પામ્યો છે ટ્રાફિકની ફરવા કર્યા વગર માતેલા સાંઢની જેમ પુરપાટ દોડતા વાહને શ્રમજીવી પરિવારને ટક્કર મારતા પતિ પત્ની તેમજ બે બાળકો સહિત ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજા હતા. એક જ પરિવારના ચાર સભ્યો ના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. તમામ મૃતકો જવાનપુરા ગામના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જવાનપુરા ખાતે આ શ્રમજીવી પરિવાર ખેત મજૂરી કરતો હતો
અકસ્માતનો ભોગ બનેલા છોટાઉદેપુરના શ્રમજીવી પરિવાર ના મૃતકોમાં જશુભાઈ તેજલભાઈ નાયક ઉંમર ૩૩ વર્ષ ચંપાબેન જશુભાઈ નાયક ઉંમર 31 વર્ષ યુવરાજ જશુભાઈ નાયક ઉમર છ વર્ષ તેમજ રાજુભાઈ નાયક ઉંમર ચાર વર્ષ તમામ મૂળ રહેવાસી વચલી ભીલ ગામ મડલવા તાલુકો જીલ્લો છોટા ઉદેપુરના હોવાનું જાણવા મળેલ છે
બાયડ પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે




