MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારા -ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

ટંકારા -ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા ખોડલધામ સમિતિ મોરબી જિલ્લા દ્વારા તારીખ 11/07/23 ના દિવસે માનનીય નરેશભાઈ પટેલના 58 માં જન્મદિવસે પટેલ સમાજવાડી હળબટીયાળી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં અત્યાર સુધીમાં 295 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવાની નોંધણી શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાની યુવા કમિટી દ્વારા કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પ સવારે 8:00 વાગ્યે દીપ પ્રાગટ્ય સમાજના આગેવાનો દ્વારા કરી બપોરના 12 સુધી યોજાશે આ રક્તદાન કેમ માં જે પણ દાતાશ્રીઓ રક્તદાન કરશે તેઓને શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા પ્રમાણપત્ર અને સ્લોગન ગ્રુપ દ્વારા ગિફ્ટ અર્પણ કરી સન્માન કરવામાં આવશે..


[wptube id="1252022"]








