MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ઓટાળા ગામે વાડીએ ટ્રેક્ટર હડફેટે ૬ વર્ષીય બાળકીનું કરૂણ મૃત્યુ નીપજ્યું

TANKARA:ટંકારાના ઓટાળા ગામે વાડીએ ટ્રેક્ટર હડફેટે ૬ વર્ષીય બાળકીનું કરૂણ મૃત્યુ નીપજ્યું

ટંકારા તાલુકાના ઓટાળા ગામે આવેલ વાડી-ખેતરમાં અચાનક ટ્રેક્ટર સામે આવેલ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની ૬ વર્ષીય બાળકીનું ટ્રેક્ટર હડફેટે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બાળકીના પિતા દ્વારા આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે સમગ્ર અકસ્માતના બનાવ અંગે ટ્રેક્ટર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની હાલ ટંકારા તાલુકાના ઓટાળા ગામે મુકેશભાઈ ઘોડાસરાની વાડીએ વાવેતર ભાગમાં રાખેલ અને ત્યાં જ રહેતા ભાયાભાઇ ઠાકુરસિંગ મોહનીયા ઉવ.૩૭ એ આરોપી ટ્રેક્ટર રજી. નં.જીજે-૩૬-એજે-૧૦૭૩ના ચાલક સંજયભાઇ જાલમસિંહ મોહનીયા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૬/૦૫ ના રોજ આરોપી સંજયભાઈ મોહનીયાએ પોતાના હવાલા વાળુ ટ્રેકટર રજી.જીજે-૩૬-એજે-૧૦૭૩ વાળુ ફુલ સ્પીડમાં ગફલતભરી રીતે ચલાવતા હોય ત્યારે અચાનક ટ્રેક્ટરની સામે આવી ગયેલ ભાયાભાઈની દીકરી મધુબેન ભાયાભાઇ ઠાકુરસિંહ મોહનીયા ઉવ.૬ને ટ્રક્ટર હડફેટે લઇ લેતા બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ તુરંત બેશુદ્ધ હાલતમાં બાળકીને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી ત્યારે ફરજ પરના ડોક્ટરે બાળકીને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. ત્યારે સમગ્ર અકસ્માતમાં મૃત્યુ અંગેના આ બનાવમાં મૃતક બાળકીના પિતાની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

[wptube id="1252022"]
Back to top button