MORBIMORBI CITY / TALUKO

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને જેલ હવાલે કરવા મોરબી કોર્ટનો હુકમ સમર્થકો સોશિયલ મીડિયાનો ફ્લોપ શો સાબિત થયો અતે કાયદાએ કાયદાનું કામ કર્યું

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને જેલ હવાલે કરવા મોરબી કોર્ટનો હુકમ સમર્થકો સોશિયલ મીડિયાનો ફ્લોપ શો સાબિત થયો અતે કાયદાએ કાયદાનું કામ કર્યું

સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવા ધમપછાડા કરતા સમર્થકોનો ફ્લોપ શો મોરબી કોર્ટે જેલ હવાલે કરવા કર્યો હુકમ

 બદ-દુઆ કે સામને દૌલત કુછ કામ નહી આતી ઝુલતા પુલ દુર્ઘટના કેસનો મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલ હવાલે કરાયો સંવિધાન સર્વોપરી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ત્રણેક મહીના ફરાર રહેલા ત્યારબાદ ભાગેડુ જાહેર થયેલા જયસુખ પટેલ અચાનક જ કોર્ટમાં પ્રગટ થઈને પોતાને કોર્ટ હવાલે કરી સરેંન્ડર કર્યુ હતુ ત્યારથી અત્યાર સુધી પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે છેલ્લા સાત દિવસથી પોલીસ રિમાન્ડ ઉપર રહેલા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલના આજે રિમાન્ડ પુરા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ કરતા અધિકારી દ્વારા મોરબી કોર્ટમાં રજુ કરવામાં આવેલ જ્યાં કોર્ટ સમક્ષ પોલીસ દ્વારા વધુ ફર્ધર રિમાન્ડની કોઈ માંગણી કરવામાં ન આવતા મોરબી કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

આમ ચકચારી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને જેલ હવાલે કરાતા તેઓના સમર્થકોમાં સોપો પડી ગયો હતો જ્યારથી જયસુખ પટેલ જેલની હવા ખાય રહ્યા છે ત્યારથી તેમના સમર્થકોની જાણે કે ઊંઘ હરામ થઈ ગઈ હોય તેમ જેલની હવા રાજ નથી આવી રહી જેથી સોશિયલ મીડિયામાં ધમપછાડા કરીને નિર્દોષ સાબિત કરવા કામે લાગેલા સમર્થકો અને સમર્થન કરનારાઓનો સોશિયલ મીડિયાનો ફ્લોપ શો સાબિત થયા જેવો ઘાટ સર્જાયો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે ઝુલતા પુલ ગોઝારી દુર્ઘટનાના પડઘા સમ્રગ વિશ્વમાં પડ્યા હતા અને વિદેશથી લોકોએ સંવેદના વ્યક્ત કરી હતી પરંતુ દુ:ખની બાબત એ છેકે સ્થાનીક અમુક લોકોએ શરમને નેવે મુકી મૃતકોના પરીવારજનોની પડકે ઉભા રહી સાંત્વના પાઠવી યોગ્ય ન્યાય અપાવવાને બદલે એક આરોપી તરીકે જેલની હવા ખાતા જયસુખ પટેલના સમર્થનમાં મગરના આંસુ સારતા હોય તેવો તાલ તાજેતરમાં જોવા મળ્યો છે જે દુખની બાબત સાથે સમ્રગ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

જોકે આજરોજ મોરબી કોર્ટ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટના કેસનો મુખ્ય આરોપી એવા જયસુખ પટેલને મોરબી કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા સોશિયલ મીડીયામાં ધમપછાડા કરનાર જયસુખ પટેલના સમર્થકો સોશિયલ મીડિયામાં નિર્દોષ સાબિત કરવા ઉંધા માથે કુદકા મારીને બુમાબુમ કરતાની બોલતી બંધ થઈ ગઈ હતી આમ ચકચારી ઝુલતા પુલ કેસમાં કાયદાએ કાયદાનુ કામ કર્યુ છે અને સંવિધાન સર્વોપરી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

[wptube id="1252022"]
Back to top button