
મોરબી: ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ૯ ઝડપાયા
મોરબી બી ડીવીઝન પી આઈ પી કે દેકાવાડિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના ભગવાનભાઈ ખટાણા અને પ્રદીપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે મોરબી ૨ ઋષભ સોસાયટીના ગેઇટ પાસે આવેલ અભીપેલેસ બિલ્ડીંગમાં આરોપી અજયભાઈ કરશનભાઈ બાકુના કબ્જા વાળા ફ્લેટ નંબર ૧૦૧ તથા ૨૦૧ માં રહેણાંક મકાનમાં આઈપી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રમાડવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરતા ત્યાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે ચાલતી મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રમાડતા આરોપી અજયભાઈ કરશનભાઈ બાકુ રહે-મૂળ ખીરધર જી.સોમનાથ, વિક્રમભાઈ નાનજીભાઈ જોશી, રહે-બનાસકાંઠા, નીકુલભાઈ ભુરાભાઈ આશલ રહે-બનાસકાંઠા, મોન્ટુભાઈ અમૃતભાઈ જોશી રહે-બનાસકાંઠા, મુકેશભાઈ ભાવાભાઈ ચિભડીયા રહે-બનાસકાંઠા,, હસમુખભાઈ શિવરામભાઈ આશલ રહે-બનાસકાંઠા, નવીનભાઈ ગંગારામભાઈ જોષી રહે-બનાસકાંઠા,અશોકભાઈ ભુરાભાઈ જોશી રહે-બનાસકાંઠા અને પ્રવીણભાઈ રાણાભાઇ ગામોટ રહે-બનાસકાંઠા ને ઝડપી પાડી તેની પાસેથી લેપટોપ નંગ-૪, મોબાઈલ નંગ-૧૭, રફબુક ચોપડા નંગ-3 તથા રોકડ રકમ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,૬૦,૪૭૦ ને ઝડપી પાડ્યા હતા જ્યારે પકડવા ના બાકી આરોપી જય લલીતભાઈ અઘેરા રહે-મોરબી અને મિત જયેશભાઈ કાલરીયા રહે-રાજકોટ વાળાનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે