BHESANAJUNAGADH

જૂનાગઢના ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને ગરીબોના વિવિધ પ્રશ્ને મહાસંમેલન યોજાયું

  • જૂનાગઢના ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને ગરીબોના વિવિધ પ્રશ્ને મહાસંમેલન યોજાયું
    વાત્સલ્યમ્ સમાચાર
    ભરત બોરીચા – જૂનાગઢ
    જૂનાગઢ : ભેસાણના ગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે ભેસાણ તાલુકા કોંગ્રેસ દ્વારા એક ખેડૂત અને ગરીબોના અનેક પ્રશ્નો મુદ્દે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
    જેમાં ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, અને મોંઘવારી મુદ્દે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું, અને વક્તાઓ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને હીરાભાઈ જોટવાએ એક સૂત્ર આપ્યું કે ભેસાણની સીટ આપની નહિ પણ જનતાના બાપની છે, બાદમાં અનેક મુદ્દા પર ચર્ચા કરાઇ હતી, આ તકે ભેસાણની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને આજુ બાજુના ગામના અમુક સરપંચો તેમજ કાર્યકરો મોટી સંખ્યા હાજર રહ્યા હતા.
    આ તકે મહાસંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, ગુજરાત પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ પાલભાઈ આંબલીયા, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાંજા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમિપરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાનપરીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ ત્રાપસિયા, કરસન વાડોદરીયા સહિત અનેક નામી અનામી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button