ટંકારા :સજનપર પ્રા. શાળામાં બેંક ઓફ બરોડાના 116 મા સ્થાપના દિવસ નિમિત્તે દ્વારા 8 સિલિંગ ફેન ભેટ આપવામાં આવ્યા

શ્રી સજનપર પ્રા. શાળામાં બેંક ઓફ બરોડાના 116 મા સ્થાપના દિવસ નિમિત્તે દ્વારા 8 સિલિંગ ફેન ભેટ આપવામાં આવ્યા રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર

બેન્ક ઓફ બરોડાના 116 મા સ્થાપના દિવસ નિમિત્તે ટંકારા શાખા દ્વારા ટંકારા તાલુકાની સરકારી શાળા શ્રી સજનપર પ્રાથમિક શાળામાં 8 સિલિંગ ફેન ભેંટ આપવામાં આવ્યા. આ તકે ખાસ નોંધનીય છે કે બેન્ક વિવિધ ક્ષેત્રોમાં પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવે છે.
આજરોજ શ્રી સજનપર પ્રા. શાળામાં 8 સિલિંગ ફેન આપવા માટે બેન્ક ઓફ બરોડા ટંકારા શાખાના
ચીફ મેનેજરશ્રી અનિમેષભાઈ પાઠક, બેન્ક ઓફિસર શ્રી દર્શનભાઈ જાનાણી અને બેન્ક કર્મચારી શ્રી આનંદભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહયા હતા અને તેમના દ્વારા શાળાના બાળકોને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બેન્ક ઓફિસર શ્રી શક્તિસ્વરૂપસિંગ સાહેબનો પણ ખૂબ જ સાથ સહકાર મળેલ જે બદલ શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ પુજારાએ ચીફ મેનેજર સાહેબશ્રી તેમજ બેન્ક ઓફિસર સાહેબશ્રીનું શાળા પરિવાર વતી શાલ અને પુસ્તકથી સન્માન કર્યું અને બેન્ક ઓફ બરોડા ટંકારા શાખાનો ખુબ ખુબ આભાર પ્રગટ કરેલ છે.









