
મચ્છુ-૧ ડેમ ૭૦% ભરાઈ જતા નિચવાસના ગામો એલર્ટ કરાયા
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-૧ ડેમની ઉપરવાસમા પાણીની આવક ચાલુ હોઈ તેમજ ડેમની સંગ્રહશક્તિના ૭૦.૦૫% ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલું છે, જેથી ડેમના નીચવાસના વાંકાનેર તાલુકાના

હોલમઢ, જાલસીકા, વાંકાનેર-શહેર, મહિકા, કોઠી, ગારીયા,જોધપર, પાજ, રસીકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર,પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા,ઢવા તથા ધમલપર ગામને તેમજ મોરબી તાલુકાના અદેપર,મકનસર, લખધીરનગર તથા લીલાપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સુચના અપાઈ છે.
[wptube id="1252022"]








