MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતી મહિલા સહીત ૭ જુગારી ઝડપાયા

મોરબીના રફાળેશ્વર ગામે ર્ડો.આંબેડકર હોલની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહીત સાત શખ્સોને રોકડા રૂ.૧,૪૧૦/-સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર રફાળેશ્વર ગામમાં ર્ડો.આંબેડકર હોલની બાજુમાં જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા અતુલભાઈ સવજીભાઈ ખાંભડીયા ઉવ-૪૫, બળદેવભાઈ ભુપતભાઈ ઢાંકણીયા ઉવ-૩૦, નીમુબેન કીશોરભાઈ પ્રભુભાઈ પીપળીયા ઉવ-૩૫, સજજનબેન અતુલભાઈ સવજીભાઈ ખાંભડીયા ઉવ-૪૨, ગીતાબેન લખમણભાઈ નાનજીભાઈ રાઠોડ ઉવ-૪૨, હકુબેન ધીરૂભાઈ જકશીભાઈ રાઠોડ ઉવ-૪૫, રીટાબેન બળદેવભાઈ ભુપતભાઈ ઢાંકણીયા ઉવ-૨૮ તમામરહે. રફાળેશવર તા.જી.મોરબીને તાલુકા પોલીસે જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા, દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૪૧૦/- સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button