
મોરબીના લાલપરમાં નશીલા આર્યુવેદિક શીર૫ જથ્થો ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ, દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમ ગોપાલ હાર્ડવેર પાછળ પટેલ ગેસ્ટ હાઉસની પાછળ આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદે નશીલી આર્યુવેદીક શીરપની બોટલ નંગ-૪૭૦ કિ.રૂ.૬,૨૮,૪૦૦ નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આરોપી કલ્પેશભાઇ અશ્વિનભાઇ કોટેયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
[wptube id="1252022"]








