GUJARATMORBI

મચ્છુ હોનારતની 44મી વરસીએ મૌન રેલી સાથે દિવગંતોને શ્રદ્ધાંજલિ અપાઈ

મચ્છુ હોનારતની 44મી વરસીએ મૌન રેલી સાથે દિવગંતોને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી : 11 ઓગસ્ટ 1979નો કાળો દિવસ મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. સર્જાયેલી મચ્છુ જળ પ્રલયની ગોઝારી દુર્ઘટના વિશ્વની સૌથી મોટી જળ પ્રલયની દુર્ઘટના પૈકીની એક ગણાય છે.

મોરબી 11 ઓગસ્ટ, 1979 ના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ ઉપરવાસના ભારે વરસાદથી મોરબીનો વિશાળકાય મચ્છુ ડેમ તૂટ્યો હતો. આ સાથે જ મચ્છુ ડેમના પાણી યમરાજ બનીને મોરબી શહેર ઉપર તૂટી પડ્યા હતા અને આખું મોરબી જળમગ્ન બની ગયું હતું. એક જ જાટકે મોરબી આખું તબાહ થઈ ગયું હતું. મચ્છુના પૂરે પળવારમાં જ મોરબીને સ્મશાન બનાવી દેતા હજારો લોકો અને સેંકડો પશુઓ મોતની આગોશમાં સમાય ગયા હતા. જાનમાલની ભયાનક ખુવારી થઈ હતી. મચ્છુ જળ પ્રલયની દુર્ઘટના એટલી બધી ભયાનક હતી કે મોરબી શહેરમાં ચારેકોર વિનાશ સિવાય કંઈ બચ્યું ન હતું. આજે પણ મચ્છુ પ્રલયની દુર્ઘટના તાજી થાય ત્યારે પુરગ્રસ્તો એ પુરની ભયાનકતા કાળજું કંપાવી દે છે.


દર વર્ષે મચ્છુ હોનારતની વરસી આવે ત્યારે મોરબીવાસીઓ અચૂક પણ દિવગંતોને શ્રદ્ધાસુમન પાઠવે છે. અને દર વર્ષેની જેમ મોરબી પાલિકા દ્વારા આજે મચ્છુ પ્રલયની 44 વરસીએ હોનારત બન્યાના સમયે પાલિકા દ્વારા 21 સાયરન વગાડવામાં આવ્યા હતા. પ્રથમ સાયરન શરૂ થતાં મોરબી નગરપાલિકા કચેરીએથી મૌન રેલી પ્રસ્થાન થઈ હતી. આ મૌન રેલીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર જી.ટી. પંડ્યા, એસપી રાહુલ ત્રિપાઠી , ડીડીઓ ડી.ડી. જાડેજા, અધિક કલેકટર એન.કે. મુછાર, ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્ય, પશ્ચિમ ક્ષેત્રના સર સંઘચાલાક ડો. જયંતીભાઈ ભાડેસીયા શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા,પ્રદીપભાઈ વાળા, જિલ્લા ભાજપ, શહેર ભાજપના હોદેદારો, કોંગ્રેસના કે.ડી. પડસુમ્બીયા, એલ.એમ. કંજારીયા સહિતના હોદેદારો , આપના પંકજ રાણસરીયા સહિતના હોદેદારો, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો, પાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button