GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પગાર મુદ્દે અનુ.જાતિ સમાજના યુવકને માર મારવાની ઘટનામાં વિભૂતિ પટેલ સહિત 6 આરોપીઓના1ડિસેમ્બર સુધી ના રિમાન્ડ મંજૂર

મોરબીમાં પગાર મુદ્દે અનુ.જાતિ સમાજના યુવકને માર મારવાની ઘટનામાં વિભૂતિ પટેલ સહિત 6 આરોપીઓના 1 ડિસેમ્બર સુધી ના રિમાન્ડ મંજૂર

મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે પાંચ આરોપીએ કોર્ટમાં કરેલી આગોતરા જમીન અરજી રદ થઇ હતી દરમિયાન પોલીસે આરોપી ડી ડી રબારીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કર્યો હતો તો અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી હતી


જેમાં આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે તો વધુ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાં પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા,પ્રીત વડસોલાની ધરપકડ કરી વિભૂતિ પટેલ સહિતના છ આરોપીઓને કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા તા. ૧ સુધીમાં રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે

[wptube id="1252022"]
Back to top button