
MORBi:મોરબી ડેમી ૩ સિંચાઈ યોજનાના ૩ દરવાજા ૨ ફૂટે ખોલવામાં આવશે
મોરબી તાલુકાના કોયલી ગામ પાસે આવેલ ડેમી ૩ ડેમ સિંચાઈ યોજનામાં ડેમ સેફટી લગત કામગીરી કરવાની હોવાથી તા. ૧૦ જુનના રોજ સવારે ૯ કલાકે ડેમના ૩ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવશે જેથી ૧૯૭૬.૨૨ કયુસેક પાણીનો પ્રવાહ રહેશે
જેને પગલે ડેમના હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા, સામ્પર તેમજ જોડિયા તાલુકાનું માવનું ગામ એમ સાત ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે જેથી ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે
[wptube id="1252022"]