GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ૨૪માં હિન્દુ મુસ્લિમ સમુહ લગ્ન હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે

MORBI:મોરબીમાં ૨૪માં હિન્દુ મુસ્લિમ સમુહ લગ્ન હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે

૫૧ હિન્દુ ૫૧ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક એવા એક મંડપ નીચે દર વર્ષની જેમ નિકાહ અને મંગલ ફેરા ફરી નવજીવનની શરૂઆત કરશે

(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી મુકામે વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી કોમી એકતાના પ્રતીક સર્વ ધર્મ સન્માન સાથે સર્વ સમાજમાં લોકપ્રિય સૈયદ હાજી એમદ હુસેન મીયા કાદરી દ્વારા શરૂ કરવામાં આવેલ સમુહ લગ્નનું આયોજન છેલ્લા ૨૩ વર્ષથી રાબેતા મુજબ ચાલી રહ્યું છે જેમાં ૫૧ હિન્દુ ૫૧ મુસ્લિમ દુલા દુલનો એમ કુલ ૧૦૨ જીવનસાથી નવા જીવનની શરૂઆત એક જ મંડપ નીચે કલમાં પઠી નિકા કરે છે અને હિન્દુ વિધિના મંત્રો સાથે મંગળફેરા ફરી સાધુ સંતો ફકીરોની હાજરીમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે રાજકીય સામાજિક સહિત સંસ્થાઓના આગેવાનો વગેરે વગેરે માહાનુભવો આ કોમી એકતા ના ઉદાહરણ ભાગરૂપે યોજાતા આ સમૂહ લગ્નમાં મોટાભાગે હાજરી આપતા હોય છે ત્યારે આગામી તારીખ:-૦૯/૦૬/૨૦૨૪ ને રવિવારના રોજ બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા ૨૪ માં સમૂહ લગ્નનું આયોજન સંસ્થા દ્વારા પૂરજોશમાં ચાલી રહ્યું છે જેમાં જરૂરિયાત મંદ દુલા-દુલ્હન વર-કન્યા સમયસર તેના લગ્ન અંત ગર્ત ફોર્મ મેળવી સમયસર જમા કરાવી દે તેમ બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે ફોર્મ મેળવવા માટે સંપર્ક સેતુ (૧)ઈકબાલભાઈ હુસેનભાઇ રાઠોડ હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ સિપાઈ વાસ મોબાઈલ નંબર ૯૧૭૩૪૯૨૩૨૭ (૨)બચુભાઈ ચાનીયા અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી મોબાઈલ નંબર ૯૮૨૫૬૪૫૮૪૪ (૩) મહેશભાઈ હોટલ ડિલક્સ નહેરુગેટ પાસે કે.બે.બેકરી ની બાજુમાં મોબાઈલ નંબર ૯૮૭૯૩ ૧૦૫૯૫ (૪) વિમલભાઈ દખતરી એરવોઈઝ ગ્રીન ચોક મોરબી મોબાઈલ નંબર ૮૦૦૦૦૦૦૧૮૧ પર સંપર્ક કરી વધુ વિગત પ્રાપ્ત કરી આ કોમી એકતા ના સમુહ લગ્નમાં સૌભાગ્ય થવા સંસ્થાના આયોજકો દ્વારા જણાવ્યું છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button