TANKARA:ટંકારા સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા સંત શિરોમણી જલારામ બાપની 224મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી

ટંકારા સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા સંત શિરોમણી જલારામ બાપની 224મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. લોહાણા સમાજ દ્વારા બિજી દિવાળી મનાવવા હોય એમ રંગોળી દીપમાળા તોરણ અને મંદિરે અન્નકુટ શોભાયાત્રા પંડાલ સહિત જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
ટંકારા સમસ્ત રધુવંશી સમાજ માં જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આગલા દિવસે ધર આંગણે રંગોળી દિવડા અને તોરણ બાંધી પરીવારો દ્વારા પેટની જઠરાગ્નિ ઠારી હરીને પામનાર જલા જોગી જેનુ ટંકારા ખાતે દેરીનાકા ફુલિયા હનુમાનજી મંદિર ખાતે આવેલ જલારામ મંદિરે આજે રવિવારે 224મી જલારામ બાપાની જન્મજયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જલારામ બાપાની જન્મજયંતી નિમિતે વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા . જલારામ બાપાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બપોર બાદ અન્નકૂટ દર્શન, રાત્રે ધુન ભજન સાંજે વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી દયાનંદ સરસ્વતી ચોક ખાતે બનાવેલ પંડાલમાં મહા આરતી સહિતના કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો. કાર્યક્રમ અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આખો દિવસ મોતિચુરના લાડું પ્રસાદ રૂપે સમગ્ર શહેરમા આપવામા આવ્યા હતા.