
દિલ્હીમાં એક હ્રદયદ્રાવક ઘટના બની છે. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં એક 16 વર્ષીય સગીરાની તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી છે. ખુલ્લેઆમ જાહેર રસ્તા ઉપર આ ઘટના બની છે. રોડ ઉપર ઊભેલા લોકો જોતા રહ્યા અને બીજી તરફ આરોપી તીક્ષ્ણ હથિયાર વડે સગીરા પર હુમલો કરો રહ્યો. 28 મેના રોજ બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ સાહિલ નામના છોકરા પર હત્યાનો આરોપ છે. સાહિલ અને સગીર યુવતી સારા મિત્રો હતા, પરંતુ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડો વધી ગોય કે બંનેએ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું. આ પછી યુવતી તેની મિત્ર નીતુના પુત્રના જન્મદિવસે એના ઘરે જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
સીસીટીવી કેમેરા મુજબ સાહિલે યુવતીને રસ્તામાં રોકી હતી. એ પછી એની ઉપર હથિયારથી અનેક વાર હુમલો કર્યો.પથ્થર વડે પણ હુમલો કર્યો. પોલીસે જણાવ્યું કે, આ ઘટના અંગે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે આરોપી સાહિલ ફરાર છે. આરોપીઓની શોધમાં સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું, દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. દિલ્હીની મહિલાઓ સુરક્ષા ઈચ્છે છે. અરવિંદ કેજરીવાલને ખોટા કોઈ ચર્ચાની એરણે ના ચડાવો.
DCW પ્રમુખ સ્વાતિ માલીવાલે આ સમગ્ર ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવકે યુવતીને ખૂબજ ક્રૂરતાથી તેના પર હુમલો કર્યો હતો. મહત્ત્વનું એ છે કે આ સમગ્ર ઘટના સમયે રોડ ઉપરથી લોકો પસાર થઈ રહ્યા હતા. અને આવી ઘટના જોયા પછી પણ કોઈએ છોકરીને છોડાવવાની હિંત નહોતી કરી.
સ્વાતિ માલીવાલે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, દિલ્હીની શાહબાદ ડેરીમાં એક સગીરનાને ચાકુના વાર કરીને હત્યા કરવામાં આવી હતી અને પછી સગીરાને પથ્થરથી કચડી નાખવામાં આવી હતી. દિલ્હીમાં લુખ્ખાઓની દાદાગીરી વધી રહી છે. પોલીસને નોટીક જારી કરી છે. મેં મારી આટલા વર્ષોની કારકિર્દીમાં આનાથી વધુ ભયાનક કંઈ જોયું નથી.
દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ જણાવ્યું કે, આરોપીની ઓળખ થઈ ગઈ છે. ઘણી ટીમો બનાવીને આ ઘટનાની તપાસ સાથે આરોપીને પકડવાની ગતિવિધિ ચાલી રહી છે. બહુ જલ્દીથી પોલીસ તેની ધરપકડ કરી લેશે.










