
MORBI:મોરબીના જુના ઘુંટુ રોડ ઉપરથી તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીક સામે નદી પાસે આવેલ મામાદેવના મંદિર નજીક બાવળની કાંટમાં તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા સુરેશભાઇ સવજીભાઇ દેલવાણીયા રહે-મોરબી-૦૧ શનાળા બાયપાસ આનંદનગર ડાયાભાઇની દુકાન પાસે, રોહિતસિંહ બળવંતસિંહ જાડેજા રહે.મોરબી-ર યોગીનગરને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂ. ૪,૨૦૦/- કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
[wptube id="1252022"]








