WANKANER:વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલ ના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થી રમતગમત સ્પર્ધામાં ગાંગીયાવદર ના પ્રા. શાળાના વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાને

વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલ ના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થી રમતગમત સ્પર્ધામાં ગાંગીયાવદર ના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાને 20 ટીમ સાથે ટક્કર મારી પ્રથમ સ્થાન મેળવ્યું
રિપોર્ટ તસવીર આરીફ દિવાન મોરબી: શાળાએ શબ્દનું જ્ઞાન સાથે સાથે પરિવારિક સામાજિક જ્ઞાન સાથે રમત ગમત કાર્યમાં વિદ્યાર્થીઓ ના ભાવીભ નું ઘડતર કરે છે જેના ભાગરૂપે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમોમાં વિવિધ પ્રકારની સ્પર્ધા માં વિદ્યાર્થીઓ પોતપોતાનું ટેલેન્ટ સાથે પોતાનું અને પોતાના શિક્ષણના શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તાજેતરમાં વાંકાનેર ખાતે આવેલ અમરસિંહજી પાસે ના ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ નું આયોજન કરાયું હતું તેમાં જુદી જુદી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ખો ખો રમત ગમત મા 20 જેટલી ટીમ એ ભાગ લીધો હતો તેમાં વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ 20 ટીમ સામે ટક્કર આપી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જે ગામનું અને શાળાનું ગૌરવ વધારતા શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ શુભેચ્છા અભિનંદન પાઠવી છે નોંધનીય છે કે પ્રથમ સ્થાને ગાંગીયાવદર વિઠ્ઠલપર પ્રાથમિક શાળાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યું છે આ સમગ્ર કાર્યક્રમ માં જુદી જુદી શાળા સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ હાજરી આપી હતી તેમાં ગાંગીયાવદર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી એ પ્રથમ સ્થાન મેળવતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે





