GUJARATMORBI

વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણીનો કાર્યક્રમ યોજાશે

વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રે ચિત્રોની પ્રદર્શન 15,16,17 જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે

ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના 73માં દિનસ નિમિતે અનોખી ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. વિશ્વમાં કદાચ સૌ પ્રથમવાર કોઈ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે એમના દ્વારા જ રચિત કાવ્ય સંગ્રહ “આંખ આ ધન્ય છે” થી પ્રેરિત રાજય સ્તરની ચિત્ર સ્પર્ધા “શબ્દ રંગ” નું આયોજન કરવામાં આવ્યું છે.

સાંસ્કૃતિક સેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાનો પ્રયાસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ મળ્યો છે જે ખૂબ સફળ રહેશે તેવી આશા છે. વિશ્વમાં કદાચ સૌ પ્રથમવાર કોઈ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે એમના દ્વારા જ રચિત કાવ્ય સંગ્રહ “આંખ આ ધન્ય છે” થી પ્રેરિત રાજય સ્તરની ચિત્ર સ્પર્ધા “શબ્દ રંગ” નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત 10 થી15 ઓગષ્ટ દરમિયાન 18 વર્ષથી ઉપરના સ્પર્ધકો પાસેથી ઓનલાઇન ગુગલ ફોર્મ દ્વારા પ્રવેશ અરજી મંગાવવામાં આવી હતી. સોશિયલ મીડિયાના પ્રચાર થકી ગુજરાતભરમાંથી એક હજારથી વધુ અરજીઓ મળી હતી. તારીખ 28 ઓગષ્ટના રોજ સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતભરમાંથી ચિત્રો એકત્ર કરીને કમલમ કાર્યાલય ખાતે મોકલવામાં આવ્યા. જેમાંથી 73 શ્રેષ્ઠ ચિત્રોને ફ્રેમ સાથે મઢીને તારીખ 15,16,17 સપ્ટેમ્બર દરમિયાન ICAC આર્ટ ગેલેરી વાઇડ એન્ગલ સિનેમાં પાછળ સવારે 11 થી7 જનતા માટે પ્રદર્શન રૂપે ખુલ્લું મુકાશે. આ પ્રદર્શનની મુલાકાત વિવિધ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ ચિત્રકારો, કવિઓ અને અન્ય કલાકારો મુલાકાત કરશે.

 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ આ શ્રેષ્ઠ 73 ચિત્રોના કલાકારોને સન્માનિત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે 73 શ્રેષ્ઠ ચિત્રો માંથી 33 ચિત્રો મહિલા ચિત્રકારો છે. ખૂબ મોટી સંખ્યામાં ચિત્રો એકત્રીત થયા છે. મોરબી જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ ના સંયોજક દેવેનભાઈ વ્યાસ ની યાદીમાં જણાવેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button