MORBIMORBI CITY / TALUKO

બિપોરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં તા.14 અને 15ના રજા જાહેર કરાઈ,

બિપોરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં તા.14 અને 15ના રજા જાહેર કરાઈ,

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી એન.વી. રાણીપાએ જણાવ્યું હતું કે, બીપોરજોયનો ખતરો વધી રહ્યો છે. આ વાવઝોડાને પગલે તેજ પવન ફૂંકાય રહ્યો છે. તેથી સ્કૂલોમાં ભણતા નાના બાળકોને કોઈ ગંભીર અસર ન થાય તેની તકેદારીના ભાગરૂપે બે દિવસ સુધી મોરબી જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં મોરબી જિલ્લાની તમામ શાળાઓ તા.14 અને તા.15ના રોજ બંધ રહેશે તેની શાળા સંચાલકો અને વાલીઓએ નોંધ લેવા જણાવ્યું છે.

અને શાળાના આચાર્ય, તમામ શિક્ષકોએ હેડ ક્વાર્ટર પર ફરજીયાત હાજરી આપવાની રહેશે તેમજ વહીવટી તંત્ર સાથે સંકલન કરી કામગીરી બજાવવાની રહેશે આ સમયગાળા દરમિયાન કોઈપણ કર્મચારીની રજા મંજુર કરવાની રહેશે નહિ તેમ જણાવ્યું છે

[wptube id="1252022"]
Back to top button