TANKARA :ટંકારા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા 12 મો સમૂહ લગ્નોત્સવ અખાત્રીજ દિવસે યોજાશે

TANKARA :ટંકારા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા 12 મો સમૂહ લગ્નોત્સવ અખાત્રીજ દિવસે યોજાશે
હર્ષદરય કંસારા ટંકારા: શ્રી ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ ટંકારા આયોજિત 12 મો સમૂહ લગ્ન અખાત્રીજ તારીખ 10 /5 /2024 શુક્રવાર ના રોજ યોજાશે. આ 12 માં સમૂહ લગ્ન ઉત્સવમાં 11 યુગલો પ્રભુતામાં પગલા પાડશે.
સમૂહ લગ્ન ના શુભ પ્રસંગો :મંડપ મુહર્ત તારીખ 10 ના રોજ સવારે 8:00 કલાકે ,જાન આગમન સાંજે 5:00 કલાકે, સામૈયા સાંજે 6:00 કલાકે ,હસ્તમેળા સાંજે 7:00 કલાકે તથા કન્યા વિદાય રાત્રે 9:30 કલાકે યોજાશે.
આ સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન શ્રી ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજ ટંકારા ના પ્રમુખ હીરાભાઈ ગણેશભાઈ પેપર ના પ્રમુખ સ્થાને થયેલ છે. અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ બારૈયા ઉપાધ્યક્ષ કચરાભાઈ ઘોડાસરા તથા પરમ પૂજ્ય મહંત શ્રી દામજી ભગત નકલંક મંદિર બગથળા આશીર્વાદ આપશે કન્યાદાનમાં ભાગવત ગીતા, રામાયણ ગ્રંથ સહિત રસોડા સેટ પલંગ, કબાટ ,પંખા તથા સોનાનો દાણો કરિયાવરમાં અપાશે.શ્રી સમુહ લગ્ન સમિતિના કાયમી દાતાઓ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપશે સમૂહ લગ્ન ઉત્સવ ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજ મુ. કલ્યાણપર ખાતે યોજાશે.