Veraval : વેરાવળમા ગુજઁર ક્ષત્રિય કડીયા સમાજ દ્રારા વેલકમ નવરાત્રી નિમીતે ભવ્ય રાસ ગરબા હરીફાઇ યોજાઇ

ગીર સોમનાથ ના વેરાવળમા ગુજઁર ક્ષત્રિય કડીયાસમાજ દ્રારા ભવ્ય વેલકમ નવરાત્રીનુ આયોજન કરાયુ જેમા મુખ્ય મહેમાન તરીકે વેરાવળ સીટી પી.આઈ એસ એમ ઇસરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા .
ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ ખાતે ગુજઁર ક્ષત્રિય કડીયાસમાજ દ્રારા વેલકમ નવરાત્રીનુ ભવ્ય આયોજન સમાજના પાટીઁપ્લોટ ખાતે કરવામા આવ્યુ હતુ જેમા મુખ્ય મહેમાન તરીકે વેરાવળ સીટી પી.આઈ એસ એમ ઇસરાણી ઉપસ્થિત રહ્યા હતા . હજજારોની જનમેદની સાથે મહાઆરતીનુ પણ આયોજન કરાયુ હતુ . પી.આઈ ઇસરાણી દ્રારા દીપ પ્રાગટ્ય કરી કાયઁક્રમ ને ખુલ્લો મુકવામા આવ્યો હતો . હજ્જારો મેગાવોટ સાઉન્ડ સીસ્ટમ, રોશનીનો ઝળહળાટ અને અનુભવી જજો સાથે રાસ ગરબાની હરીફાઇ યોજાઇ હતી . સીલેકટેડ તમામ ખેલૈયાઓને સમાજના આગેવાનો , દાતાઓ તથા હોદાદારો દ્રારા ઇનામ આપવામા આવેલ હતા . આ તકે સીટી પી.આઈ એ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવેલ કે પોલીસ પ્રજાનો મિત્ર છે કોઇપણ સમસ્યા હોય તો તાત્કાલિક જ પોલીસ નો સંપર્ક કરવો સમાજમા સાયબર ફ્રોડના ગુન્હો દિવસે ને દિવસે વધતા જાય છે તેનાથી કઇ રીતે બચવુ તે બાબતે માહીતી આપી હતી . સમાજના ટ્રસ્ટીઓ મુકેશ ટાંક , મિતેષ પરમાર, શેલૈશ પરમાર, કિશન રાઠોડ, પ્રવિણ કાચા , હિતેષ રાઠોડ સહીતના એ પીઆઇ નુ મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કરેલ હતુ . ચુસ્ત બંદોબસ્ત સાથે રમણીય વાતાવરણ મા ખેલૈયાઓ જુમી ઉઠયા હતા. કાયઁક્રમ ને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓમા વિઠ્ઠલભાઈ પરમાર, મુકેશભાઈ ટાંક ,મિતેષ પરમાર, કિશન રાઠોડ, શેલૈષ પરમાર, હિતેષ રાઠોડ, છગનભાઇ જાદવ તેમજ પ્રમુખ પ્રવિણ કાચા તથા કારોબારી , શ્યામ યુવક મંડળ ના પ્રમુખ રવી અજાગીયા તથા ટીમ ,મહીલા મંડળના ઉપપ્રમુખ હેતલબેન કાકરેચા તથા ટીમ સહીતના તેમજ દાતાઓમા ચંદ્રીકાબેન રાઠોડ, ભાવનાબેન મંડોરા, અલ્કેશભાઇ પરમાર, ડો.અનીલ ચૌહાણ, ડો. કે.જે.ટાંક, હિતેષ રાઠોડ , જૈમીન કાચા ,દિપકભાઇ ટાંક સહીતના સહકારથી કાયઁક્રમ ને સફળતા મળી હતી .
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંકગીર સોમનાથ










