GUJARATHALVADMORBI

હળવદ PI કે.એમ.છાસીયાની બદલી થતાં અનુસૂચિત સમાજ આવેદનપત્ર

હળવદ PI કે.એમ.છાસીયાની બદલી થતાં અનુસૂચિત સમાજ આવેદનપત્ર

હળવદ તાલુકાના રણમલપુર ગામે જુગારના આરોપીને તાત્કાલિક છોડવા મામલે ભાજપના આગેવાનો અને તેના સમર્થકનો દ્વારા પીઆઈ વિરોધ ખોટી રજૂઆત કરવા ગાંધીનગર ગૃહ મંત્રી પાસે દોડી ગયા હતા. ત્યારે મોરબી જિલ્લા પોલીસવડાએ પીઆઈની હળવદ થઈ મોરબી લીવ સ્ઝિર્વનો ઓર્ડર કરવામાં આવતા હળવદ તાલુકાના અનુસૂચિત જાતિમાં લોકોઓ ભારે રોષ ભભુકી ઉઠયો હતો.

બદલી રોકવા મામલે ડો.આંબેડકર સર્કલથી રેલીના સ્વરૂ૫ મામલતદારને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો હળવદ તાલુકાના રણમલપુર ગામે ગત તા.૩ સપ્ટેમ્બરના રોજ મોરબી એલસીબી પોલીસે જુગારની રેઇડ પાડી હતી. જેમાં 10 આરોપીને ઝડપી પાડી રૂપિયા 4.66 લાખ નો રોકડ રકમ કબજે કરી હતી અને જેની તપાસ હળવદ પોલીસેને સોંપી ત્યારે જુગારના આરોપીને તાત્કાલિક જોડવા માટે રણમલમપુર ગામના જયંતીભાઇ પટેલ અને ટેકેદારોએ પોલીસ સ્ટેશન આવીને ધમ પછાડા કર્યા હતાં. પીઆઇ .કે.એમ છાશિયા માથાકૂટ કરી હતી રાત્રે આરોપીને જોડાવાની ભલામણ કરી હતી પરંતુ બપોરે 12 વાગે જામીન ઉપર મુક્ત કર્યા હતા જેને લઈને નારાજગી વ્યક્ત કરીને રણમલમપુરના ભાજપના અમુક હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ધારાસભ્ય પ્રકાશ વરમોરા, હળવદના પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડીયા લઈને ગૃહ મંત્રીને રજૂખાત કરવા ગયા હતા. ત્યારે જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી કે.એમ.છાસીયાની હળવદથી મોરબી લીવ રિઝર્વ ઓર્ડર કર્યો હતો. જેને લઇને હળવદ તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો બિન રાજકીય હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના પોલીસ અધિકારીઓને અવાર નવાર ટૂંકા સમયમાં બદલી કરતા હોય છે. રાજકીય કિન્નાખોરીથી બદલી કરાવવામાં આવે છે, ત્યારે હળવદ પીઆઇ કે.એમ છાસીયાની રાજકીય ઈશારે કિન્નાખોરી રાખીને તાત્કાલિક અસરથી બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. તે ઓર્ડર રદ કરવાની માંગ કરી હતી. આગામી દિવસોમાં ઉગ્ર માંગ સંતોષવા નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. આવેદનપત્ર હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button