
સ્વચ્છતા એજ સેવા’ – મારું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ
*સ્વચ્છતા ઝુંબેશ અનવ્યે મોરબીના બસ સ્ટેન્ડને સ્વચ્છ બનાવાયો
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે મોરબીના નવા બસ સ્ટેન્ડની સાફ સફાઈ કરવામાં આવી હતી.
આગામી ૮ સપ્તાહ દરમિયાન ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજન થકી વધુ ને વધુ જન ભાગીદારીથી આ મહા અભિયાનમાં લોકોને જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબીના નવા બસ સ્ટેન્ડની સાફ સફાઈ હાથ ધરી બસ સ્ટેન્ડને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

નવા બસ સ્ટેન્ડ તેમજ આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરીને લોકોને પણ સફાઈ રાખવા અનુરોધ કરાયો હતો.
[wptube id="1252022"]








