GUJARATHALVADMORBI

સુરેન્દ્રનગરના દસાડા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ઘટના સ્થળે ચારના મોત

સુરેન્દ્રનગરના દસાડા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ઘટના સ્થળે ચારના મોત ..

મૃત્યુ પામેલા ચારેય હતભાગીઓમાંથી ત્રણ દેત્રોજ પાસેના કુકવાવ ગામના જમાઈ હતા ગઈકાલ રાત્રે કુકવાવ પાસે અકસ્માત એમના સાસરી પક્ષમાં કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હોવાથી આજે સવારે તેને લૌકિક ક્રિયામાં દેત્રોજ ના કૂકવાવ ગામે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓને કાળનો  ભેટો થઈ ગયો હતો ટ્રકની ઠોકરે સ્વિફ્ટ કાર પલટી ખાઈ રોડ ની નીચે ઉતરી ગઈ


સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા-જૈનાબાદ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હોય અને બુકડો બોલી ગયો હોવાની માહિતી મળી છે.ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના મૃત્યુ નીપજતા રોડ પર ગમગીની છવાઈ હતી.રોડ રક્તરંજીત બનતા આસપાસના લોકો પણ એકઠા થતા પોલિસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવીને ચારેય મૃતકોના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યા છે તો સુત્રોમાંથી માહિતી મળી હતી કે ચારેય મૃતકો મોરબી પંથકના છે.

( બોકસ) અકસ્માતમાં મુત્યુ પામેલા હતભાગીઓ  (૧)ઇન્દ્રજીત જટુભા ઝાલા ઉંમર વર્ષ 22 રહે મોડપર( ૨) મુક્તરાજ કલુભા ઝાલા ઉંમર વર્ષ ૩૪ રહે મોડપર (૩) સિધ્ધરાજસિંહ પાંચોબા જાડેજા ઉંમર વર્ષ ૩૩ રહે વિરપરડા ( ૪) વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા ઉંમર વર્ષ ૨૫ રહે ઇન્દિરા નગર મોરબી કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા આ ઘટનાની  જાણ થતા મોરબી પથકમાં ઘેરા શોખની લાગણી ફેલાઈ હતી અને ગામના આગેવાનો સ્વજનો તાત્કાલિક બનાવ સ્થળે જવા રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું .જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સ્થળે જ રેડુ મૂકી નાસી ગયો હતો..

[wptube id="1252022"]
Back to top button