
સમગ્ર મોરબ જિલ્લા પંથક ગણપતિ બાપા મોરિયા ના સુર સાથે શોભાયાત્રા ચાલુ વરસાદે મુખ્ય માર્ગો પર ફરી બાપાના ભક્તો ભક્તિ ભાવ રંગાયા

સમગ્ર મોરબી જિલ્લા પંથકમાં ગણપતિ બાપા મોરિયા ના સુર સાથે સમગ્ર જિલ્લા મા ઠેર ઠેર બાપાના ભક્તો દ્વારા શ્રી ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મેઘરાજા એ પણ પોતાનો મિજાજ પ્રગટ કરી શ્રી ગણેશ મહોત્સવમાં મેઘરાજાની પણ હાજરી હોય તેમ ધીમીધારે મોરબી જિલ્લા પંથકમાં શ્રી ગણેશ મહોત્સવ ની શોભા યાત્રા અંતર્ગત મેઘ રાજાની પણ હાજરી હતી તેમાં મોરબીના મુખ્ય માર્ગો પરથી દર વર્ષની જેમ રાબેતા મુજબ ના રૂટ પ્રમાણે શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી તેવી જ રીતે વાંકાનેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના અધ્યક્ષતામાં માર્કેટ ચોકકા રાજા ના શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે જીનપરા ચોક થી શોભાયાત્રા પસાર થઈ વિવિધ માર્ગો પર ફરી હતી તેવી જ રીતે હળવદ ટંકારા પંથકમાં પણ શ્રી ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપા મોરિયા ના સુર ગુંજી ઉઠ્યા હતા સમગ્ર મોરબી જિલ્લા પંથકમાં બાપાના ભક્તો ચાલુ વરસાદમાં ભીજાઈને પણ ભક્તિ ભાવે રંગાયા હતા








