
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા તાલુકા પંચાયતના નવ નિયુક્ત હોદેદારોનું અભિવાદન

વાંકાનેર તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખનું સન્માન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો

અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકા આયોજિત વાંકાનેર તાલુકા પંચાયતની નવ નિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખનું સન્માન અને અભિવાદન શુભેચ્છા પાઠવવામાં આવી.જેમાં કાર્યકમની શરૂવાત નિરવભાઈ બાવરવા જિલ્લા પ્રચારમંત્રી દ્વારા સંગઠન મંત્ર કરીને કાર્યક્ર્મ ખુલ્લો મૂક્યો અને શાબ્દિક સ્વાગત અશોક ભાઈ સતાસિયા મહાસંઘના અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું અને ત્યારબાદ સંગઠનની કાર્ય પ્રણાલી સંગઠન રાષ્ટ્ર હિતમાં શું કાર્ય કરી રહ્યું છે તેની સચોટ માહિતી મહિલા પાંખના અધ્યક્ષ અને સુરેન્દ્રનગર મોરબી વિભાગના સંગઠન મંત્રી ડો. લાભુબેન કારાવદરા દ્વારા આપવામાં આવ્યું .ત્યારબાદ મંચસ્થ મહેમાનો સર્વશ્રી વાંકાનેર તાલુકા પ્રમુખ કૈલાશબેન ઝાલા, જીજ્ઞાસાબેન મેર કારોબારી ચેરમેન, પૂર્વ પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહાવીર સિંહ ઝાલા અગ્રણી, હુસેનભાઈ શેરસિયા પંચાયત સદસ્ય,વાઘજીભાઈ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા, તાલુકા શિક્ષણ અધિકારી મંગુભાઈ પટેલ બી.આર.સી મયુરસિહ પરમાર વગેરે મહેમાનો નું સન્માન સાલ અને પુષ્પગુચ્છ થી કરવામાં આવ્યું … ત્યારબાદ વાંકાનેર તાલુકા પ્રમુખ કૈલાશબેન ઝાલા તથા કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા શિક્ષણહિત માટે અને શિક્ષકોના પ્રશ્નો હર હમેશા સાથે રહી ને ઉકેલ લાવવા માટે કટિબંધ રેહશું તેના શાબ્દિક વચન આપ્યું…

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં વાંકાનેર તાલુકાના સંગઠન મંત્રી કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. અને અંતે મહિલા ટીમ ના સ્વાતિબેન દ્વારા કલ્યાણ મંત્ર કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો.








