GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરમાં 5 દિવસથી આયુષ્યમાન કાર્ડ કાઢવા અને રીન્યુ કરવાની કામગીરી ઠપ્પ

વાંકાનેરમાં 5 દિવસથી આયુષ્યમાન કાર્ડ કાઢવા અને રીન્યુ કરવાની કામગીરી ઠપ્પ રીપોર્ટ આરીફ દિવાન વાંકાનેર

વાંકાનેર | વાંકાનેર સહિત આખા રાજ્યમાં છેલ્લાં લગભગ પાંચ દિવસથી દિવસથી PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અસલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા અને રીન્યુ કરવા માટેની સરકારી વેબસાઈટ અપડેટ વાંકે બંધ છે.

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આવેલ આયુષ્યમાન કાર્ડ સેન્ટર ખાતે પણ કાર્ડ કઢાવવા અને રીન્યુ કરાવવા માટે આવતા લાભાર્થીઓને ફરજીયાત ઘરે પરત ફરવું પડી રહ્યું છે. આ સ્થિતિમાં ઈમરજન્સી જેવા કેસોમાં જ્યારે તાત્કાલીક દર્દીઓને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવારની તાત્કાલિક જરૂર હોય ત્યારે તેઓને ઉપરોક્ત ટેક્નિકલ પ્રોબ્લેમને કારણે વિના વાંકે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન કાર્ડમાં દર્દીઓને સરકારે ટાઇપ કરેલ હોસ્પિટલમાં રૂ. 10 લાખ સુધીની મફત સારવાર મળે છે પરંતુ 5 દિવસથી સાઈટ અપડેટ વાંકે બંધ છે.

[wptube id="1252022"]
Back to top button